101+ Best નાના સુવિચાર ગુજરાતી માં (Nana Suvichar Gujarati)

નમસ્તે મિત્રો, આપ સઉ નું અમારા બ્લોગ stories web માં ખુબ ખુબ સ્વાગત છે. આજ આપણે એક સરસ વિષય વિષે જોવાના છીએ, જેનું નામ છે “101+ નાના સુવિચાર ગુજરાતી (Nana Suvichar Gujarati)” મને આશા છે કે, અહીં દર્શાવેલા બધા સુવિચાર તમને ખુબ ગમશે અને તમે બીજા લોકો ને પણ જરૂર થી શેર કરશો.

તમને ખબર જ હશે કે 21 મી સદી ને તમે ચોક્કસ પણે સોશ્યિલ મીડિયા નો યુગ કહી શકો છો. આજ મુખ્ય રીતે લોકો ની સવાર શરુ થાય છે સ્માર્ટ ફોન થી અને જયારે લોકો ના દિવસ નો અંત પણ ફોન ની સાથે જ થાય છે. તમે પણ Facebook, Instagram, Twitter and snapchat નો ઉપીયોગ રોજ કરતા જ હશો.

આજ દરેક લોકો આવા અલગ અલગ સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સ્ટોરી, સ્ટેટ્સ અને પોતાની Post અપલોડ કરે છે. આ માટે મુખ્ય રીતે અહીં સુંદર નાના સુવિચાર ગુજરાતી માં નું એક કલેકશન આપવામાં આવ્યું છે. આ સુવિચાર નો ઉપીયોગ તમે જરૂર થી તમારા સોશ્યિલ મીડિયા ના એકાઉન્ટ જેમ કે, Facebook, Instagram, Twitter and snapchat પર કરી શકો છો.

અહીં આપેલા બધા સુવિચાર Text અને Images ને કઈ રીતે સેવ કરવા કે તેને Download કરવા તેની સંપૂર્ણ માહિતી તમને આર્ટિકલ ના અંત માં આપેલી છે. જો તમને કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી આવી રહી છે, તો તમે તે ટ્યૂટોરિઅલ વાંચી શકો છો.

Must Read- Best Suvichar Collection For Gujarati 2021 (ગુજરાતી સુવિચાર)

લેટેસ્ટ નાના સુવિચાર ગુજરાતીમાં (Latest Nana Suvichar Gujarati Image, Photos and Txt SMS)

અહીં અપલોડ કરેલા બધા નાના સુવિચાર ગુજરાતી ફોટોસ અને ટેક્સ્ટ ને તમે મુક્ત રીતે તમારા Facebook, Instagram, Twitter, Snapchat અથવા અન્ય કોઈ પ્લેટફોર્મ પર કરી શકો છો. આ ટેક્સ્ટ ને કોપી કરી રીતે કરવા કે ફોટોસ ને તમારા ફોન ની ગેલેરી માં કઈ રીતે સેવ કરવા તેની માહિતી તમને નીચે આપેલી છે.

નાના સુવિચાર ગુજરાતી - nana suvichar gujarati- 1

સત્ય એ એક એવી બાબત છે કે, પ્રારંભમાં તેને કોઈ માનતું નથી.

ખરેખર તો ભવિષ્ય હોતું જ નથી. આપણે નિર્માગ કરવાનું છે.

અહંકારથી નીપજેલો કીચડ જીવનનું પુષ્પ કદી ન બની શકે.

મોટામાં મોટું મોજું પણ દરિયામાં ઝડપથી ખોવાઈ જાય છે.

જે ભવિષ્યનો ભય નથી રાખતો તે જ વર્તમાનનો આનંદ માણી શકે છે.

જ્યાં અલ્પ મુશ્કેલી ત્યાં અલ્પ સિદ્ધિ.

સત્યરૂપી નારાયણનું વ્રત જ જીવનનું સાચું વ્રત છે.

જે ભક્તમાં નમ્રતા હોય છે તેને માટે જ્ઞાન ગ્રહણ કરવું અઘરું નથી હોતું.

નાના સુવિચાર ગુજરાતી - nana suvichar gujarati- 2

થોડા જ સાહસના અભાવમાં ઘણી બધી પ્રતિભા વિશ્વમાંથી ખોવાઈ જાય છે.

કરવાને માત્ર દુશ્મની રાખે છે દોસ્તી, મિત્રો ઘણાય હોય છે એવા પ્રકારના.

સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.

અડધો અડધ દુનિયા અન્યના આનંદને સમજી શકતી નથી.

સાપ અને પાપ બંને લપાઈ લપાઈને આગળ વધે છે.

નાના સુવિચાર ગુજરાતી - nana suvichar gujarati- 3
નાના સુવિચાર ગુજરાતી – nana suvichar gujarati-3

હું સફળ થવા નથી ઇચ્છતો, હું ચાહું છું કે મારી જિંદગી સફળ થાય.

કલાકાર ઉત્તમ રીતે જ જીવવાનું પસંદ કરે છે.

ભક્તિ એ પરમાત્મા પાસે પહોંચવાનો રાજ માર્ગ છે.

મારી વાણીનો અફસોસ મને ઘણી વાર થયો છે, પણ મારા મૌનનો કદી નહિ.

કમજોરીનો ઇલાજ તેની ચિતા કરવામાં નથી, પણ શક્તિનો વિચાર કરવામાં છે.

નાના સુવિચાર ગુજરાતી ફોટો - nana suvichar gujarati photos-3

સ્વતંત્રતા અમારો જન્મસિદ્ધ અધિકાર છે.

એક વાર પરણવું ફરજ છે, બીજાવાર ભૂલ છે, ત્રીજી વાર ગાંડપણ છે.

ફક્ત દઢ ઇચ્છાથી નીપજેલું કાર્ય સુંદર હોય છે.

દાનથી હાથ ની શોભા વધે છે, આભૂષણોથી નહિ.

જ્ઞાનરૂપી પાક વહેંચવા માટે હું એક શિક્ષક જ બનવાનું પસંદ કરું.

વિષાદની ભરતીની ટોચે આશાનાં અમૃતબિદુ તરે છે.

નાના સુવિચાર ગુજરાતી ફોટો - nana suvichar gujarati photos- 2
નાના સુવિચાર ગુજરાતી ફોટો – nana suvichar gujarati photos-2

તારું સ્વર્ગ તારી માતાના ચરણોની નીચે છે.

સૌછયો વેડફી દેતાં ના ના સુંદરતા મળે, સૌદ્ય પામતાં પહેલાં સુંદર બનવું પડે.

છાનું છપનું ભલું કરજો અને કોર્તિનું રૂપ ધારણ કરે ત્યારે સંકોચ પામજે.

તક ભાગ્યે જ કોઈક ને બીજી વાર મળે છે.

મિત્રતા અને શત્રુતાના ભાવ તો વાદળાં જેવા છે, જે દરેક ક્ષણે બદલાયા કરે છે.

એક નાનડડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ.

નાના સુવિચાર ગુજરાતી ફોટો - nana suvichar gujarati photos- 3

જેને ધીરજ છે અને શ્રમથી જે ગભરાતો નથી અને સફળતા તેની દાસી બનીને રહે છે.

શબ્દોમાં શક્તિ તથા મનમાં ભક્તિ જોઈએ.

શ્રદ્ધા પત્ની છે અને સત્ય પતિ. શ્રદ્ધા અને સત્યના આ ઉત્તમ જોડાથી મનુષ્ય સ્વર્ગ પણ જીતી શકે છે.

હરીફ એ શત્રુ નથી, એની નિંદા ન કરો, એની પણ પ્રશંસા કરો.

રાક્ષસ પણ પોતાના સ્વાર્થ માટે ઈતિહાસ અને પુરાણનું પ્રમાણ આપી શકે છે.

નમન નમનમાં ફર્ક છે, બહુ નમે નાદાન.

બેસ્ટ નાના સુવિચાર ગુજરાતી - best nana suvichar gujarati- 3
બેસ્ટ નાના સુવિચાર ગુજરાતી – best nana suvichar gujarati-3

પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે.

લખેલા કે બોલેલા શબ્દની શક્તિ કરતાં મને વિચારની શક્તિમાં વધુ શ્રદ્ધા છે.

શરીરના ઘાવ તો દવાથી સારા થઈ જાય છે પણ વાણીના ઘા કદી રૂઝતા નથી.

નિષ્ક્રિય ઊડા જ્ઞાન કરતાં સક્રિય સાદી સમજ મહાન છે.

વૃદ્ધ માનવી હંમેશાં કશુંક નવું શીખવા જેટલો તો યુવાન હોય છે જ.

જીવન એક આશ્ચર્ય શુંખલા છે.

પોતાની ચિંતા ભગવાન પર છોડી દેવાથી વિશ્વાસનો વિકાસ થતો હોય છે.

વાણીનું આભૂષણ ઉત્તમ પ્રકારનું છે, કારણ કે તે કદી ઘસાતું નથી.

બેસ્ટ નાના સુવિચાર ગુજરાતી - best nana suvichar gujarati- 2

પ્રત્યેક રાષ્ટ્રના ગુણ અવગુણ સદાય તેની કળામાં જ અંકિત થયેલા હોય છે.

જીવિત વ્યક્તિઓની અનેક ભાષા હોય છે, મરેલાઓની એક.

ક્ષણભરની સફળતા વર્ષોની અસફળતાના અભાવને પૂરો કરી દે છે.

જે સુખ ઇચ્છે છે, છતાં કાંઈ કરતો નથી તેના જેવો દુ:ખી કોઈ નથી.

ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ.

એથી ભલા વધારે હો સદ્ભાગ્ય શું કહો? દુશ્મન મને નિહાળી રહ્યા લાગણી થકી.

મોત કાયરોને વળગે છે. જ્યારે બહાદુરોને ભેટે છે.

બેસ્ટ નાના સુવિચાર ગુજરાતી - best nana suvichar gujarati-1

વિશ્વને બદલવા માગો છો ? તમારી જાતને બદલો.

ક્રોધ નિર્બળ મનની નિશાની છે.

પોતાના જ્ઞાન પર ગર્વ કરવો એ જ સૌથી મોટું અજ્ઞાન છે.

યુદ્ધ અહંકારનું સંતાન છે. અને અહંકાર ધન, સંપત્તિની પુત્રી છે.

ચારિત્ય શુચિ જ સમગ્ર જ્ઞાનપ્રાપ્તિનું ધ્યેય હોવું જોઈએ.

કોઈના અજ્ઞાનથી અજ્ઞાની રહેવું એ અજ્ઞાનીની બીમારી છે.

જેના માં દયા છે તેને ખુદા પણ ચાહે છે.

જેમ કાચું ફળ બેસ્વાદ લાગે છે તેમ છીછરો પ્રેમ ત્રાસદાયક લાગે છે.

નમે તેને નવ નોતરાં.

જે હોય શ્રદ્ધા મુસાફરને પૂર્ણ મંઝિલમાં, તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.

નાના સુવિચાર ગુજરાતી ટેક્સ્ટ એસએમએસ - nana suvichar gujarati-1
નાના સુવિચાર ગુજરાતી ટેક્સ્ટ એસએમએસ – nana suvichar gujarati-1

નથી ગમતું ઘણું, પણ કૈક તો એવું ગમે છે, બસ, એને કારણે આ ધરતીમાં રેવું ગમે છે!

જેને ક્યાંયથીય પ્રશંસા નથી મળતી તે પોતે પોતાની આત્મપ્રશંસા કરે છે.

આપણે વિશ્વાસના આધારે ચાલીએ છીએ, સૃષ્ટિના આધારે નહિ.

કોધનું તોફાન વિવેકને નાશ કરે છે.

તમારો મિત્ર તમારી તમામ મર્યાદાઓથી પરિચિત છે છતાં એ તમને ચાહે છે.

કામ કરવાવાળો મરવાનાં થોડા કલાક પૂર્વે જ વૃદ્ધ થાય છે.

કોઈને પ્રેમ કરો તો એ જાણીને કરજો કેમ કે તેને નિભાવવો એ ખૂબ મુશ્કેલ છે.

“માં” નો અર્થ દુનિયાની બધી જ ભાષાઓમાં મા જ થાય છે.

બેસ્ટ નાના સુવિચાર ગુજરાતી માં ફોટો સાથે (Best Nana Suvichar Gujarati With Photos or Image)

આનંદ મનની અંદર કે બહાર ક્યાંય નથી, તે તો ફક્ત પ્રભુ સાથેનાં આપણાં એક્યમાં છે.

જે સમયને વીતાવવા માં તમને આનંદ આવતો હોય એ સમય વેડફાઈ ગયો ન કહેવાય.

પ્રસન્નતા એક એવી વસ્તુ છે કે, જેમાં વ્યક્તિને શક્તિ મળે છે, શરીર મજબૂત થાય છે અને મગજનો વિકાસ થાય છે.

દુનિયામાં સુખેથી અને પ્રસન્નતાથી રહેવું હોય તો તમારી જરૂરિયાત ઓછી કરો.
પૃથ્વી પર ઘણા માણસો આનંદ અને શાંતિ વિના જ જીવન પસાર કરે છે.
એમને ખબર નથી હોતી કે પ્રસન્નતાનો સાગર તેમના પોતાનાં હૃદયમાં જ છે.

નાના સુવિચાર ગુજરાતી ટેક્સ્ટ એસએમએસ - nana suvichar gujarati-2

જીવનમાં મોટામાં મોટો આનંદ તે સારું કામ છાનુંમાનું અને પછી અકસ્માતે જ તેનાથી વાકેફ થવું.

આપણું કર્તવ્ય છે કે, આનંદિત રહેવું. જો આપણે પ્રસન્‍ન રહીશું તો અજ્ઞાત રૂપે પણ સંસારની સારી રીતે ભલાઈ કરી શકીશું.

મનુષ્ય માટે નિરાશા સમાન બીજું કોઈ પાપ નથી એટલા માટે મનૃષ્યએ આશાવાદી બનવું જોઈએ.

ભગવાન જ્યારે છપ્પર ફાડીને આપી દેવાનો હોય, ત્યારે પણ છાપરાનાં સમારકામનાં ખર્ચ વિશે જે ચિતા કર્યા કરે, તે ખરો નિરાશાવાદી.

મારી સલાહ માનો તો. તમારા નાકથી આગળ ન જુઓ. તમને હંમેશાં ખબર પડતી રહેશે કે આગળ પણ કંઈક છે. તે જ જ્ઞાન તમને આશા અને આનંદથી મસ્ત રાખશે. ઈચ્છાઓ આકાશના જેવી અનંત છે.

સુખી થવાની ફોર્મ્યુલા છે, જિંદગીમાં બિનજરૂરી અપેક્ષાઓ ન રાખો. સાચું પૂછો તો કોઈ અપેક્ષાઓ જ ન રાખો. જિંદગી જે કંઈ આપે તે હસતે ચહેરે અપનાવી લેનારને જિંદગી ધણી બધી માનસિક પીડાથી બચાવી લે છે.

આટલા બધા જીવો સતત દુ:ખના ભાર નીચે કેમ જીવતા હશે? જરૂરિયાતો પૂરી કરવાને બધ્લે ઈચ્છાઓ પૂરી કરવાનાં તેઓ પ્રયત્ન કરે છે માટે.

મહાન આત્માઓની ઈચ્છા શક્તિરૂપ હોય છે, જ્યારે દુર્બળ આત્માઓની ઈચ્છા માત્ર ઈચ્છા જ હોય છે.

નાના સુવિચાર ગુજરાતી ટેક્સ્ટ એસએમએસ - nana suvichar gujarati-3
નાના સુવિચાર ગુજરાતી ટેક્સ્ટ એસએમએસ – nana suvichar gujarati-3

પરમેશ્વરે જીભ આપી માણસને બોલતો કર્યો ત્યારે માણસે એ જ જીભથી પ્રશ્ન કર્યો : “અરે, ક્યાં છે પરમેશ્વર ?’”

ઈશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ કરતાં સહેજ પણ ઊતરતાં ન બનવું, એમાં જ તમારું ગૌરવ છે.

આખો દરિયો શાહી બની જાય અને બધાં વૃક્ષો બરૂની કલમ બની જાય તોય ખુદાનું પૂરું બ્યાન ન થઈ શકે.

પરમાત્માને એ લોકો વ્હાલાં હોય છે કે જેઓ એની સૃષ્ટિને વ્હાલ કરે છે, માત્ર ધર્મગ્રંથો કે શાસ્રો વાંચીને ઈશ્વરને જાણવો તે તો એવી વાત છે કે જેમ નકશામાં બનારસ શહેર જોઈને એનું વિવરણ સંભળાવવું.

ભવિષ્ય ચાહે ગમે તેટલું સુંદર હોય તેનો વિશ્વાસ ન કરો, ભૂતકાળની પણ ચિતા ન કરો, જે કંઈ કરવું હોય તે પોતાની અને ઈશ્વરની ઉપર વિશ્વાસ રાખીને વર્તમાનમાં કરો.

હે ઈશ્વર, તમારી વાણી તો સરળ છે, પરંતુ જેઓ તમારા વિષે જણાવે છે. તેઓની વાણી સરળ નથી હોતી.

આ મારું છે, અને આ બીજનું છે. એવું સંકુચિત હૃદય વાળા જ સમજે છે. ઉદાર ચિત્તવાળા તો આખા સંસારને પોતાનું કુટુંબ જ સમજે છે.

કજૂસે દાટેલું ધન ત્યારે જ જમીનમાંથી બહાર નીકળે છે, જ્યારે કંજૂસ જમીનની અંદર જતો રહે છે.

નાના સુવિચાર ગુજરાતી ઈમેજ- nana suvichar gujarati image-3

કૂતરા તરફ ફેકેલું અન્ન એ દાન નથી. જ્યારે તમે કૂતરા જેટલા જ ભૂખ્યા હો ત્યારે કૂતરા સાથે ભાગીદારી કરેલું અન્ન એ દાન છે.

ઉદારતા વ્યક્તિઓના દુર્ગુણોને છૂપાવી દે છે. જ્યારે કંજુસાઈ વ્યક્તિઓના સદગુણોને છૂપાવી દે છે.

ઉનાળામાં વાદળાં જેવો કૃપણ માણસ છે. એ વરસે તો નહિ, પણ ગરમીમાં વધારો કરે છે.

જરૂરિયાતવાળી વ્યક્તિની પાસે જઈને આપવું શ્રેષ્ઠ દાન છે. તેને આપણી પાસે બોલાવીને આપવું એ મધ્યમ દાન છે. માગવાથી આપવું એ અધમ દાન છે, અને સેવા કરાવીને આપવું એ તો સર્વથા નિષ્ફળ અને વ્યર્થ છે.

પૈસા કે એવી કોઈ સંપત્તિનું દાન કરવા કરતા આપણા સદ્ગુણોનું દાન કરવું હિતાવહ છે કેમકે સદ્ગુણોથી માણસ જીવતાં શીખે છે.

આ લોકમાં બે પુરુષો સ્વર્ગની પણ ઉપર રહેલા છે. એક, સત્તા અને સામર્થ્યવાળો હોવા છતાં દયાળુ અને બીજો, નિર્ધન હોવા છતાં દાન આપનારો.

ઉદાર હૃદયવાળો મનુષ્ય આજીવન આનંદથી જીવે છે અને કંજૂસ હૃદયવાળો મનુષ્ય આજીવન દુ:ખી રહે છે.

દયા કરવી એ આપણી ફરજ નહિ પણ આનંદ છે, કેમકે તેનાથી આપણી તંદુરસ્તી અને કીર્તિમાં વધારો થાય છે.

જેમ ખેતર વગર વાવેલું બી નકામું બને છે, તેવી રીતે પુરુષાર્થ વગર પ્રારબ્ધ સિદ્ધિ શેળવતું નથી.

નાના સુવિચાર ગુજરાતી ઈમેજ- nana suvichar gujarati image-2
નાના સુવિચાર ગુજરાતી ઈમેજ- nana suvichar gujarati image-2

અસફળતાથી ગભરાયા વગર લગાતાર પ્રયત્ન કરવાવાળા લોકોના ખોળામાં સફળતા જાતે જ આવીને બેસી જાય છે.

નાનપણ માં મે જોયું કે, હું કામ કરતો તેમાંના દસમાંથી નવ નિષ્ફળ નીવડતાં પણ મારે નિષ્ફળ નીવડવું નહોતું. એટલે પછી મેં દસગણું વધારે કામ કરવા માંડ્યું.

આળસ શરૃઆતમાં સુખરૂપ હોય છે પણ અંતમાં દુ:ખરૂપ, જ્યારે પુરુષાર્થ શરૂઆતમાં દુ:ખરૂપ હોય છે પણ અંતમાં સુખરૂપ.

કાંઈ ન કરવા કરતાં કંઈક કરવું વધારે સારું છે. કારણ કે કર્તવ્ય, કર્મ ન કરનાર જ સૌથી મોટો પાપી છે.

પરિસ્થિતિને અનુકૂળ બનાવવાના પ્રયત્નો આજ સુધી ખૂબ કર્યા, હવે પરિસ્થિતિને અનુકૂળ બનવાના પ્રયત્ન કરતા જાવ.

સાહિત્ય, સંગીત અને કલાથી વિહીન વ્યક્તિ શીંગડા અને પૂંછડી વગરના પશુ જેવો છે.

દર્શનશાસ્ત્ર તર્ક-વિતર્ક કરી શકે છે અને શિક્ષા આપી શકે છે, ધર્મ ઉપદેશ આપી શકે છે અને આદેશ આપી શકે છે પરંતુ કલા કેવળ આનંદ જ આપે છે અને પ્રસન્નતા લાવે છે.

નાના સુવિચાર ગુજરાતી ઈમેજ- nana suvichar gujarati image-1
નાના સુવિચાર ગુજરાતી ઈમેજ- nana suvichar gujarati image-1

તમે સર્જન કરો તે કલાકૃતિ ઉત્કૃષ્ટ જ હોય તે જરૂરી નથી. સૂક્ષ્મપણે ચિત્રનું સર્જન થાય એ જ મહત્ત્વનું છે.

કલાકારો જીવનના એક ક્ષેત્રે નિપુણ હોય છે પણ બાકીનું જીવન ઉજજડ રણ જેવું હોય છે. કોઈ ઉજ્જડ ખેતરમાં કોઈ એક ખૂણે ફૂલ ક્યારા હોય તેવું તેમનું જીવન હોય છે.

ક્રોધ જીવતાને મારી નાખવાનું કામ કરે છે. જ્યારે પ્રેમ મરવા પડેલાને જીવાડવાનું કામ કરે છે.

જે માણસ યોગ્ય વસ્તુ કે યોગ્ય વ્યક્તિ સામે યોગ્ય રીતે, યોગ્ય સમયે અને યોગ્ય સમયપર્યત ગુસ્સે થાય છે તે વખણાય છે.

બળવાન તે નથી જે બીજાઓને નીચે પાડી નાખે. આપણામાં બળવાન તે છે, કે જે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે છે.

ક્રોધ ઉપર પ્રેમથી, પાપ પર પુણ્યથી, લોભ ઉપર દાનથી અને અસત્ય પર સત્યથી જીત મેળવો.

તમે ચાહો એવા બીજા ન બને તો ગુસ્સે ન થતા, તમે પોતે જ તમે ચાહો છો એવા ક્યાં થઈ શકો છો?

ક્રોધને એક જાતની તાકાત માનનારાઓને એટલું જ કહેવું છે કે ક્રોધ એ તાકાત નથી પણ તાકાતનો દૂરઉપયોગ છે.

જ્યાં સુધી મનમાં કામ, કોધ, મદ અને લોભ રહે છે ત્યાં સુધી મૂર્ખ અને પંડિતમાં કાંઈ ફરક નથી હોતો.

ગુ’ શબ્દનો અર્થ છે અંધકાર, અને “રુ” શબ્દનો અર્થ છે, તેનો નાશ કરનાર. આમ, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારને ગુરુ કહેવાય છે.

મારો જન્મ મારા માતા પિતાને આભારી છે પણ મારું જીવન મારા શિક્ષકને આભારી છે.

એક આચાર્ય નિશાળને રળિયામણી બનાવે, બીજો આચાર્ય શાળાને જયારે દ્યામણી બનાવે.

પ્રધાનઆચાયોના હાથમાં જેટલી શક્તિ હોય છે તેટલી શક્તિ પ્રધાનમંત્રીના હાથમાં પણ નથી હોતી.

How to Save or Download Gujarati Suvichar Txt, Photo or Image? (ગુજરાતી સુવિચાર ને કઈ રીતે તમારા ફોન માં સેવ કરવા?)

અહીં તમે એક સુંદર સુવિચાર નું કલેકશન જોયું. મને વિશ્વાશ છે કે તમને બધા ને જરૂર થી ગમશે. તમને આ બધા સુવિચાર ના text અથવા કોઈ photos કે image ને સેવ કરવામાં કોઈ તકલીફ થાય તો, નીચે દર્શાવેલા ટ્યૂટોરિઅલ મુજબ તમારી કોઈ પણ સમસ્યા નું નિરાકરણ આસાની થી થઇ જશે.

આ આર્ટિકલ ના ઇમેજ ને કે ટેક્સ્ટ ને કોપી કરવા માટે નીચે આપેલા થોડા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

  • તમારે કોઈ પણ ટેક્સ્ટ ને કોપી કરવું છે, ત્યાં થોડી વાર સુધી ક્લિક કરી રાખો.
  • ત્યાં તમને એક ઓપ્શન દેખાશે જેમાં Cut, Copy, Paste લખેલું હશે. ત્યાં copy text પર ક્લિક કરવાનું રહેશે.
  • જ્યાં પણ આ copy કરેલું text ને paste કરવું છે, ત્યાં જઈ અને Paste કરો.
  • કોઈ પણ Image કે Photo ને સેવ કરવા, તે ફોટો ઉપર થોડી વાર સુધી ક્લિક કરો. ત્યાં save Image નો એક ઓપ્શન તમને દેખાશે. તેના પર ક્લિક કરો.
  • તમારે જોઈતો ફોટો તમારા ફોન માં ગેલેરી માં સેવ થઇ ગયો હશે.

સોશિયલ મીડિયા ના વધુ પડતા ઉપયોગ થી થતી માનસિક અસરો (The Psychological Effects of Overuse of Different Social Media Platforms)

આરોગ્ય નિષ્ણાતો કહેવાનું પસંદ કરે છે કે બેસવું એ નવું ધૂમ્રપાન છે. બેઠકો સાથે જોડાયેલા રોગોની સંખ્યા અને તે દર વર્ષે દેખીતી રીતે લોકોની સંખ્યાને જોતા, બેસીને આરોગ્ય માટે આપણે કરી શકીએ તેવી સૌથી ખરાબ બાબતોમાંની એક છે. પરંતુ શક્ય તેટલી બાબત એ છે કે જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે આપણે ઘણી વખત શું વધુ કરીએ છીએ?

જ્યારે આપણી પાસે થોડી વધારાની કેટલાક કલાકો હોય ત્યારે આપણા સોશિયલ મીડિયા ફીડ્સ દ્વારા માઇન્ડલેસલી સ્ક્રોલિંગ કરીયે છીએ, અને જેમ સંશોધન પુષ્ટિ કરી રહ્યું છે, જ્યારે આપણા સામૂહિક મનોવિજ્ઞાનની વાત આવે ત્યારે તે શ્રેષ્ઠ આદત નથી.

ઘણા નિષ્ણાનાતો એ નાના બાળકો અને કિશોરોમાં સોશિયલ મીડિયાની નકારાત્મક અસરોની શક્યતા વિશે ચેતવણી આપી છે, જેમાં સાયબર ગુંડાગીરી અને ફેસબુક ડિપ્રેશન નો સમાવેશ થાય છે. પરંતુ સમાન જોખમ પુખ્ત વયના લોકો માટે સુધી સાચું હોઈ શકે છે. અહીં એક ઝડપી અભ્યાસ છે જે દર્શાવે છે કે સોશિયલ મીડિયા માનસિક સુખાકારી માટે ખૂબ સારું નથી, અને કેટલીક રીતે, તે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે.

તે વ્યસન કારક બની શકે છે. (It can be addictive.)

ઇન્ટરનેટનું વ્યસન એક વાસ્તવિક વસ્તુ છે કે નહીં તે અંગે નિષ્ણાતો સંપૂર્ણ સહમત નથી, સોશિયલ મીડિયા વ્યસનને છોડી દો, પરંતુ કેટલાક સારા પુરાવા છે કે બંને અસ્તિત્વમાં છે. વ્યક્તિત્વ અને સોશિયલ મીડિયાના ઉપયોગ પરના અગાઉના સંશોધનો થી ઘણી નવી વાતો સામે આવી છે.

શોધકર્તા એ તારણ કા્યું છે કે ખાસ કરીને ફેસબુક એડિક્શન ડિસઓર્ડ’ વિશે બોલવું બુદ્ધિગમ્ય હોઈ શકે છે. કારણ કે વ્યસન માપદંડ, જેમ કે વ્યક્તિગત જીવનની અવગણના, માનસિક વ્યસ્તતા, પલાયનવાદ, મૂડ બદલવાના અનુભવો, સહિષ્ણુતા અને વ્યસન વર્તનને છુપાવવું, હાજર હોવાનું જણાય છે. કેટલાક લોકો ખુબ વધુ પડતો ઉપયોગ કરે છે.

અને અભ્યાસોએ પુષ્ટિ કરી છે કે લોકો એક પ્રકારની વસ્તુ માંથી પસાર થાય છે: થોડા વર્ષો પહેલા કોઈક યુનિવર્સિટીના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જ્યારે લોકોએ ઉપયોગ બંધ કર્યો ત્યારે લોકોમાં માનસિક લક્ષણોનો અનુભવ કર્યો હતો. તેમના તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે લોકો ઉપયોગ કરવાનું બંધ કરે છે, ત્યારે તેઓ નાની પણ માપી શકાય તેવી શારીરિક અસરોમાંથી પસાર થાય છે.

અભ્યાસના લેખકે જણાવ્યું હતું, અમે થોડા સમયથી જાણીએ છીએ કે જે લોકો ડિજિટલ ઉપકરણો પર વધુ પડતા નિર્ભર છે તેઓ ચિંતાનો અહેવાલ આપે છે જ્યારે તેનો ઉપયોગ કરવાથી રોકવામાં આવે છે, પરંતુ હવે આપણે જોઈ શકીએ છીએ કે આ માનસિક અસરો વાસ્તવિક શારીરિક ફેરફારો સાથે છે. સોશિયલ મીડિયા માટે આ સાચું છે કે કેમ તે અત્યારે અસ્પષ્ટ છે, પરંતુ વાસ્તવિક પુરાવા સૂચવે છે કે તે હોઈ શકે છે.

તે માણસ ને વધુ ઉદાસીન બનાવી શકે છે. (It can make a man more indifferent.)

આપણે સોશિયલ મીડિયાનો જેટલો વધુ ઉપયોગ કરીએ છીએ, તેટલા ઓછા ખુશ છીએ. થોડા વર્ષો પહેલા થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફેસબુકનો ઉપયોગ ક્ષણ થી ક્ષણ સુખ અને ઓછા જીવન સંતોષ બંને સાથે જોડાયેલો છે. એક દિવસમાં જેટલા લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે, તેટલા બીજા એપ નો ઉપીયોગ થતો નથી છે.

ઘણા અભ્યાસો સૂચવે છે કે આ એ હકીકત સાથે સંકળાયેલું હોઈ શકે છે કે ફેસબુક સામાજિક અલગતાની ધારણા બનાવે છે, એવી રીતે કે અન્ય એકાંતિક પ્રવૃત્તિઓ ન કરે. ફેસબુક લોકોને તાત્કાલિક જોડાવાની મંજૂરી આપીને આવી જરૂરિયાતો પૂરી કરવા માટે અમૂલ્ય સંસાધન પૂરું પાડે છે. સુખાકારી વધારવાને બદલે, સહાયક ઓફલાઇન સામાજિક નેટવર્ક્સ સાથે વારંવાર ક્રિયાપ્રતિક્રિયાઓ શક્તિશાળી રીતે કરે છે. વર્તમાન તારણો દર્શાવે છે કે ફેસબુક સાથે ક્રિયાપ્રતિક્રિયા યુવાન પુખ્ત વયના લોકો માટે વિપરીત પરિણામની આગાહી કરી શકે છે, તે તેને નબળા પાડી શકે છે.

હકીકતમાં, અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ સામાજિક અલગતાની વધુ લાગણીઓ સાથે જોડાયેલો છે. ટીમે જોયું કે લોકોએ ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, લિંક્ડઇન, ઇન્સ્ટાગ્રામ, પિંટેરેસ્ટ, સ્નેપચેટ અને રેડ્ડિટ સહિત 11 સોશિયલ મીડિયા સાઇટ્સનો કેટલો ઉપયોગ કર્યો અને આને તેમના કથિત સામાજિક અલગતા સાથે જોડ્યા.

આશ્ચર્યજનક નથી, તે બહાર આવ્યું છે કે લોકો આ સાઇટ્સ પર જેટલો વધુ સમય વિતાવે છે, તેટલો વધુ સામાજિક રીતે તેઓ પોતાને અલગ માને છે. અને કથિત સામાજિક અલગતા એ આપણા માટે માનસિક અને શારીરિક રીતે સૌથી ખરાબ બાબતોમાંની એક છે.

ફેસબુક લોકોને સામાજિક રીતે અલગ લાગે છે, તે કારણનો એક ભાગ સરખામણીનું પરિબળ છે. જ્યારે આપણે આપણી ફીડ્સમાં સ્ક્રોલ કરીએ છીએ ત્યારે આપણે આપણી જાતને અન્ય લોકો સાથે સરખાવવાની જાળમાં ફસાઈએ છીએ, અને આપણે કેવી રીતે માપીએ છીએ તેના વિશે નિર્ણય કરીએ છીએ.

એક અભ્યાસમાં જોવામાં આવ્યું કે આપણે કેવી રીતે અન્ય પોસ્ટ્સ સાથે ઉપરની અથવા નીચેની દિશામાં સરખામણી કરીએ છીએ એટલે કે, એવું લાગે છે કે આપણે આપણા મિત્રો કરતાં વધુ સારા કે ખરાબ છીએ. તે બહાર આવ્યું છે કે બંને પ્રકારની સરખામણી લોકોને ખરાબ લાગે છે, જે આશ્ચર્યજનક છે, કારણ કે વાસ્તવિક જીવનમાં, માત્ર ઉપરની તુલના લોકોને ખરાબ લાગે છે. પરંતુ સોશિયલ નેટવર્ક વિશ્વમાં, એવું લાગે છે કે કોઈપણ પ્રકારની સરખામણી ડિપ્રેસિવ લક્ષણો સાથે જોડાયેલી છે.

Disclaimer

અહીં આપેલા કોઈ પણ સુવિચાર અમારા દ્વારા લખવામાં આવેલા નથી, સંપૂર્ણ ક્રેડિટ તેમના ઓરિજનલ ઓથર ને ફાળે જશે. અહીં ફોટોસ જે અપલોડ કરવામાં આવ્યા છે તે અમારા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જેનો તમે મુક્ત પણે સોશ્યિલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ માં ઉપીયોગ કરી શકશો. પણ ફોટોસ નો કોઈ પણ વેબસાઈટ માં અપલોડ કરી શકશો નહિ.

કોઈ પણ પ્રશ્ન માટે તમે અમારા ઓફિશ્યિલ ઇમેઇલ આઈડી ઉપર ઇમેઇલ કરી અને અમને સંપર્ક કરી શકો છો. અમે ચોક્કસ તમને જવાબ આપીશું.

Summary

તો મિત્રો તમને આ “લેટેસ્ટ નાના સુવિચાર ગુજરાતીમાં (Latest Nana Suvichar Gujarati Image, Photos and Txt SMS)” આર્ટિકલ અને સુવિચાર કેવા લાગ્યા, આશા રાખું છું તમને જરૂર ગમ્યા હશે. અને આવાજ અવ નવા સુવિચાર, શાયરી, વાહટસએપ સ્ટેટસ, ક્વોટ્સ માટે અમારા બ્લોગ Stories Web ની મુલાકાત જરૂર થી લેતા રહો. અને અમારા સોશ્યિલ મીડિયા ના ઓફિશ્યિલ એકાઉન્ટ પર ફોલોવ કરવાનું ભૂલશો નહિ, ત્યાં પણ તમને આવી બાબતો ના ઉપડેટ્સ મળતા રહેશે.

Leave a Comment